ગાંધીનગર: LCB એ નાસ્મેદ ગામના પાટિયા નજીક fortuner કાર માંથી દારૂનો જથ્થો ઝડપાયો
Kalol City, Gandhinagar | Oct 5, 2025
ડાભલા ચોકડી પાસે નાકાબંધી ગોઠવવામાં આવી હતી. બાતમીવાળી ગાડી આવતા પોલીસે તેને રોકવાનો ઈશારો કર્યો, પરંતુ ડ્રાઈવરે ગાડી રોકવાને બદલે તેને યુ-ટર્ન મારીને ભગાડી મૂકી હતી. જેથી પોલીસે ફિલ્મી ઢબે પીછો કરતા નાસ્મેદ ગામના પાટિયા નજીક રોડ પર ડ્રાઈવરે ડિવાઈડર કૂદાવવાનો પ્રયાસ કરતા ગાડીના આગળના ટાયર પંક્ચર થઈ ગયા હતા. આ તકનો લાભ લઈને ડ્રાઈવર ગાડી ખુલ્લી મૂકી ચાવી સાથે ઝાડીઓમાં નાસી છૂટ્યો હતો.