ગાંધીનગર: કેન્દ્રીય નાણામંત્રીની ઉપસ્થિતિમાં તમારા પૈસા તમારો અધિકાર અભિયાનનો સેક્ટર 17 ખાતેથી પ્રારંભ
કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સિતારમન અને ગુજરાતના નાણામંત્રી કનુ દેસાઈની ઉપસ્થિતિમાં ગઇ કાલે ગાંધીનગર ખાતેથી 'તમારા પૈસા, તમારો અધિકાર' ટેગલાઇન સાથે રાષ્ટ્રવ્યાપી નાણાકીય જાગૃતિ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોની બેંકો, વીમા કંપનીઓ અને અન્ય નાણાકીય સંસ્થાઓમાં વર્ષોથી બિનદાવાપાત્ર પડેલી મહેનતની કમાણી તેમને સન્માનપૂર્વક પરત કરવાનો છે. મહત્ત્વનું છે કે, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે આ અભિયાનની સફળત