ગાંધીનગર: પાલજ ગામ નજીક ગ્રામજનોનો ચક્કાજામ અકસ્માતોને લઈ સ્પીડબ્રેકરની માગ સાથે સ્થાનિકો રોડ પર ઉતર્યા
ગાંધીનગર નજીક પાલજ ગામ પાસે મુખ્ય માર્ગ પર સતત વધતા અકસ્માતોના બનાવોને લઈને આજે ગ્રામજનોએ રસ્તા પર ઉતરી આવીને ચક્કાજામ કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. ગ્રામજનોની મુખ્ય માગ છે કે, જાનહાનિના જોખમને ટાળવા માટે તાત્કાલિક ધોરણે આ વિસ્તારમાં સ્પીડ બ્રેકર લગાવવામાં આવે.આ અંગે ગ્રામજનોએ જણાવ્યું હતું કે, આ માર્ગ પાલજ ગામ માટે મુખ્ય માર્ગ છે, જ્યાં નાની બજાર, દવાખાનું, બે આંગણવાડી અને ધાર્મિક મંદિર જેવી જાહેર સુવિધાઓ આવેલી છે.