સિહોર: કેબિનેટ કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે સિહોર તાલુકાના નાના સુરકા ગામે ગ્રામ પંચાયત ભવનનું ભૂમિપૂજન કરાયું
સિહોર તાલુકાના નાના સુરકા ગામે અંદાજિત રૂ.25 લાખના ખર્ચે બનનારા નવા ગ્રામ પંચાયત ભવનના નિર્માણ માટે ભૂમિપૂજન કાર્યક્રમ કેબિનેટ કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે યોજાયો હતો.આધુનિક સુવિધાઓથી સજ્જ બનનારા ગ્રામ પંચાયત ભવનમાં સરપંચશ્રીની ચેમ્બર, તલાટીશ્રીની ચેમ્બર, ગ્રામ સેવા કેન્દ્ર તેમજ મીટીંગ હોલ જેવી સુવિધાઓ ઉપલબ્ધ થશે. ઉપરાંત ભવનમાં સોલાર રૂફ ટોપ અને સીસીટીવી કેમેરાની વ્યવસ્થા પણ કરવામાં આવશે