મુન્દ્રા: મુન્દ્રાની MPL કંપની અકસ્માત મામલે પોલીસનો ખુલાસો: શ્રમિકના મોતની અફવાને પગલે તોડફોડ
Mundra, Kutch | Sep 30, 2026 મુન્દ્રાની MPL કંપનીમાં અકસ્માત બાદ શ્રમિકના મોતની અફવા ફેલાતા મોટો હોબાળો મચી ગયો છે. ગઈકાલે બનેલી અકસ્માતની ઘટનામાં એક શ્રમિક ઈજાગ્રસ્ત થયો હતો, પરંતુ તેનું મોત થયું હોવાની અફવા ફેલાતા કંપનીના શ્રમિકો ઉશ્કેરાઈ ગયા હતા. ઉશ્કેરાયેલા શ્રમિકોના ટોળાએ કંપનીની બસમાં તોડફોડ કરી ભારે વિરોધ દર્શાવ્યો હતો. બનાવની જાણ થતાં જ મુન્દ્રા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને પૂરતો બંદોબસ્ત ગોઠવીને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.