કચ્છના બન્ની વિસ્તારના હોડકો ગામે રાજવાણીવાંઢમાં ધોરડો પોલીસે દરોડો પાડી વ્હિસ્કીની 96 બોટલ, કુલ કિંમત રૂ. 65,916નો શરાબ જપ્ત કર્યો હતો. પોલીસને પેટ્રોલિંગ દરમિયાન નસીર કાધુ હાલેપોત્રા પોતાના મકાનમાં શરાબનું વેચાણ કરતો હોવાની બાતમી મળી હતી. દરોડા દરમિયાન આરોપી હાજર ન મળતાં પોલીસે તેની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.