મહુવા: બગદાણા ગુરુ આશ્રમમાં મેઘરાજાની એન્ટ્રી, ભારે બફારા બાદ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં આવેલા પ્રસિદ્ધ બગદાણા ગુરુ આશ્રમ ખાતે આજે ભારે બફારા અને ઉકળાટ બાદ મેઘરાજાએ વરસાદી માહોલ સર્જ્યો હતો. દિવસ દરમિયાન ગરમી અને બફારાનું પ્રમાણ વધુ જોવા મળ્યા બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદ વરસતા સમગ્ર બગદાણા ગુરુ આશ્રમ સહિત આસપાસના વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ હતી. વરસાદના આગમનથી સ્થાનિકો તેમજ ગુરુ આશ્રમમાં દર્શન માટે આવેલા શ્રદ્ધાળુઓમાં પણ આનંદની લાગણી જોવા મળી હતી. ગુજરાતમાં હાલ વરસાદી માહોલ યથાવત્ રહેવા