ગરૂડેશ્વર: એકતાનગર: 'ભારત પર્વ 2026'માં 3 દિવસમાં 25 હજારથી વધુ પ્રવાસીઓની મુલાકાત
સ્ટેચ્યૂ ઓફ યુનિટી, એકતાનગર ખાતે 1થી 15 નવેમ્બર સુધી ચાલી રહેલા 'ભારત પર્વ 2026'ને પ્રવાસીઓનો જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. પ્રથમ ત્રણ દિવસમાં જ 25 હજારથી વધુ લોકોએ મુલાકાત લઈને દેશની વિવિધ સંસ્કૃતિનો આનંદ માણ્યો છે.