અમરેલી શહેર: અમરેલી: યુવક પર છરીથી જીવલેણ હુમલો કરનાર આરોપી ઝડપાયો
Amreli City, Amreli | Oct 21, 2026
અમરેલીમાં જૂની અદાવતને લઈ યુવકનું અપહરણ કરી છરીથી જીવલેણ હુમલો કરનાર આરોપી દેવા માથાસુળીયાને સીટી પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપીએ માતાજીના ભુવા બનવાની અદાવતમાં આ કૃત્ય કર્યું હતું. પોલીસે ગુનામાં વપરાયેલ છરી અને મોટરસાયકલ કબજે કરી તપાસ હાથ ધરી છે.