સીંગવડ: બી આર સી ભવન સિંગવડ ખાતે વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવી
Singvad, Dahod | Dec 3, 2025 આજે તારીખ 03/12/2025 બુધવારના રોજ બપોરે 1 કલાક સુધીમાં બી આર સી ભવન સિંગવડ ખાતે વિશ્વ દિવ્યાંગ દિવસની ઉજવણી કરવામાં આવી.દિવ્યાંગ વ્યક્તિઓ,બાળકો અને શાળાના વિધાર્થીઓ, શાળા સ્ટાફ દ્વારા રેલીનુ આયોજન કરવામાં આવ્યું.ત્યાર બાદ બી આર સી ભવન ખાતે દિવ્યાંગ વ્યક્તિઓ અને બાળકોને આ દિવસનું મહત્વ , દિવ્યાંગ વિધાર્થીઓની પ્રેરણાત્મક સિદ્ધિઓ તેમજ દિવ્યાંગ વ્યક્તિઓ અને વિધાર્થીઓને મળતી સુવીધાઓની માહિતી આપવામાં આવી.