પોરબંદર: પોરબંદર બંદરમાં રેતી ભરાતા માછીમારો પરેશાન: ૨ થી ૩ દિવસમાં ડ્રેજિંગની માંગ
પોરબંદર બંદરની મુખ્ય ચેનલમાં રેતી ભરાતા માછીમારોની બોટોને લાખોનું નુકસાન થઈ રહ્યું છે. માછીમારોએ આગામી ૨ થી ૩ દિવસમાં કાયમી ધોરણે ડ્રેજિંગ શરૂ કરવાની માંગ કરી છે, અન્યથા ધંધો બંધ કરવાની ચીમકી ઉચ્ચારી છે.