માંડવી: કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન: તાત્કાલિક સર્વેની માંગ ઉઠી
Mandvi, Kutch | Mar 20, 2026 માંડવી તાલુકામાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન સહન કરવું પડ્યું છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને માંડવી તાલુકા કોંગ્રેસ પ્રમુખ વલ્લભભાઈ વેલાણીએ સરકાર સમક્ષ તાત્કાલિક સર્વે હાથ ધરવાની માંગ કરી છે. તેમણે જણાવ્યું હતું કે અચાનક પડેલા વરસાદના કારણે આંબા, ઘઉં, જીરા, મકાઈ અને પપૈયા જેવા પાકોને વ્યાપક નુકસાન થયું છે. ખાસ કરીને પાક કાપણીના સમયગાળામાં વરસાદ પડતાં ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. વલ્લભભાઈ વેલાણીએ સરકારને અપીલ કરી હતી