જામનગરમાં બેફામ વાહન ચલાવનાર બોલેરો ચાલક સામે પોલીસે કાર્યવાહી કરી છે. શહેરના સાતરસ્તા અને લાલબંગલાથી ટાઉનહોલ તરફના વ્યસ્ત માર્ગ પર એક બોલેરો ચાલકે બેફામ ગતિએ વાહન ચલાવી અન્ય વાહનચાલકો અને રાહદારીઓના જીવ જોખમમાં મૂક્યા હતા.આ ઘટના જામનગર પોલીસ વિભાગના કમાન્ડ એન્ડ કંટ્રોલ વિભાગના કેમેરામાં કેદ થઈ હતી.