ગોંડલ: ગોંડલના ગુજસીટોકના ગુનાના મુખ્ય આરોપી નિખિલ દોંગાના જામીન હાઇકોર્ટ દ્વારા મંજૂર કર્યા
Gondal, Rajkot | Feb 7, 2024 ગોંડલની સબજેલમાં રહી ગેરકાનૂની પ્રવૃત્તિઓનું નેટવર્ક ચલાવતા નિખિલ દોંગા અને તેના ૧૩ સાગરિતો વિરુદ્ધ ૧૩૫ થી વધુ ગુના નોંધાયા હતા. ગુજસીટોકના ગુનામાં સાબરમતી જેલ હવાલે રહેલા કુખ્યાત નિખિલ દોંગાને જામીન મુક્ત કરવા હાઇકોર્ટે હુકમ કર્યો છે.