મોરબીમાં સોની સમાજના યુવાનની સામાન્ય બોલાચાલી બાદ હત્યાની ઘટનાના પડઘા હવે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ સામે આવ્યા છે આ ઘટનાના વિરોધમાં આજે ધ્રાંગધ્રા શહેરમાં સોની સમાજ દ્વારા સ્વયંભુ બંધ પાળીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો ધ્રાંગધ્રા શહેરના ગ્રીન ચોક તેમજ સોની બજાર વિસ્તારમાં સોની સમાજના સભ્યો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા મોરબી ખાતે થયેલી યુવાનની હત્યાને લઈ સમાજમાં ભારે દુઃખની લાગણી જોવા મળી હતી