સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોળવા ગામે પારિવારિક ઝઘડો લોહિયાળ ઘટનામાં પરિણમ્યો. બાથરૂમમાં પાણી નાખવાની બાબતે થયેલી બોલાચાલીમાં પુત્રે પોતાના પિતા પર લોખંડના સળીયાથી જીવલેણ હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત પિતાનું સારવાર દરમિયાન મોત નીપજતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.
બનાવ બાદ આરોપી પુત્ર ફરાર થઈ ગયો હતો, પરંતુ પલસાણા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Udhna, Surat | Jul 15, 2026