માંડવી: મહાવીર જયંતી નિમિત્તે માંડવીમાં સેવા કાર્યો યોજાયા
Mandvi, Kutch | Mar 31, 2026 માંડવી ખાતે મહાવીર જયંતી નિમિત્તે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ યોજાઈ હતી. શાહ એન્ડ શ્રમજીવન ટ્રસ્ટના સહયોગથી આ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આજના દિવસે માંડવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને બિસ્કીટ અને ફ્રુટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત બપોરના સમયે મેઘજી સેજપાલ જૈન આશ્રમ ખાતે મિષ્ઠાન અને ખાખર આશ્રમમાં બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવા કાર્યમાં પ્રકાશભાઈ, હર્ષભાઈ ત્રિવેદી, દર્શનભાઈ ઓઝા સહિતના સહયોગીઓ ઉપસ્થિત રહ્યાં.