તિલકવાડા: તિલકવાડાના ભાદરવા ખાતે 12મા તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ સંપન્ન
તિલકવાડાના ભાદરવા ખાતે 12મા તબક્કાના સેવા સેતુ કાર્યક્રમનું આયોજન થયું. જેમાં દાખલાઓ અને વિવિધ સરકારી યોજનાઓના લાભ નાગરિકોને ઘરેઆંગણે આપવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં તાલુકા ભાજપ પ્રમુખ, તાલુકા પંચાયત પ્રમુખ અને મામલતદાર ઉપસ્થિત રહ્યા હતા.