સાયલા: સાયલામાં વકીલ સાથે મારામારી અને જાનથી મારી નાખવાની ધમકી, જાણો શું છે મામલો
સાયલાના વાસુકીનગરમાં ગરબી જોવા ગયેલા વકીલ પર જૂના મનદુઃખને લઈને હુમલો કરવામાં આવ્યો છે. આરોપીએ વકીલને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા સાયલા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.