દાહોદ જિલ્લાના ગરબાડાના દેવધા ગામે લાકડા ભરેલી ટ્રેક્ટર-ટ્રોલીનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો, મોટી જાનહાનિ ટળી
મધ્યપ્રદેશ તરફથી દાહોદ તરફ આવી રહેલી લાકડા ભરેલી ટ્રેક્ટર-ટ્રોલીની ટ્રોલીનું ટાયર અચાનક ફાટતા ટ્રેક્ટરનો કાબૂ બગડ્યો હતો.મળતી માહિતી મુજબ ટ્રોલીમાં મોટા પ્રમાણમાં લાકડાનો જથ્થો ભરેલો હતો. દેવધા ગામ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક જોરદાર ધડાકા સાથે ટ્રોલીનું ટાયર ફાટી ગયું હતું.
ટાયર ફાટતાં ટ્રેક્ટરનું સંતુલન બગડી ગયું અને ટ્રોલીમાં ભરેલા મોટા-મોટા લાકડા રોડ પર વેરાઈ ગયા હતા. જોરદાર અવાજ સાંભળીને આસપાસના સ્થાનિક લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.સદનસીબે અકસ્માત સમયે ટ્રેક્ટરની નજીક કોઈ અન્ય વાહન કે રાહદારી હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી.બાદમાં સ્થાનિક લોકો અને વાહનચાલકોની મદદથી રોડ પર પડેલા લાકડા હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
Dohad, Dahod | Jul 12, 2026