જેસર: જેસર તાલુકાના બિલા ગામે ગટર લાઈનનું કામ શરૂ કરાયું, ગ્રામજનોમાં રાહતની લાગણી
જેસર તાલુકાના બિલા ગામે ગટર લાઈનનું કામ શરૂ કરાયું, ગ્રામજનોમાં રાહતની લાગણી બિલા ગામમાં લાંબા સમયથી ચાલી રહેલી ગટર લાઈનની સમસ્યાને લઈ હવે કામગીરી શરૂ કરવામાં આવી છે. ગટર લાઈનનું કામ ગીરી દ્વારા શરૂ કરવામાં આવતા સ્થાનિક ગ્રામજનોમાં રાહત જોવા મળી રહી છે. ગામમાં ગંદા પાણીના નિકાલની સમસ્યાનું કાયમી નિરાકરણ આવે અને લોકોને સ્વચ્છ વાતાવરણ મળી રહે તેવી ગ્રામજનો દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી છે.