ગાંધીનગર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ગુજરાતથી શરૂ થયેલ પ્રશાસક તરીકે કામગીરી
PM નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ ભારતે શાસન, વિકાસ અને સામાજિક સમાવેશના ક્ષેત્રે નોંધપાત્ર પરિવર્તન અનુભવ્યું છે. ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળથી શરૂ થયેલી તેમની પ્રશાસકીય દૃષ્ટિએ દેશને આધુનિક અને સમાવેશિત વિકાસ તરફ દોરી છે.ગુજરાતમાં 1950થી 2000 દરમિયાન કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પાણીની ભારે અછત હતી. મુખ્યમંત્રી તરીકે મોદીએ BiSAGના ઉપયોગથી 1.66 લાખ ચેકડેમ બનાવ્યા અને નર્મદા કેનાલ, સુજલામ સુફલામ, અને સૌની યોજના અમલમાં મૂકી છે