ગાંધીનગર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આરોગ્યપ્રદ જીવનશૈલીથી જાણિતા છે
પીએમ નરેન્દ્ર મોદી પોતાની આરોગ્યપ્રદ જીવનશૈલી માટે જાણીતા છે. તેઓ દરરોજ માત્ર 3.5 કલાક ઊંઘે છે અને સાંજે 6 વાગ્યા પછી કંઈ જ ખાતા નથી. દિવસની શરૂઆત પંચતત્વ યોગથી કરે છે, જેમાં યોગ, સુર્યનમસ્કાર અને ધ્યાનનો સમાવેશ થાય છે. તેઓ અઠવાડિયામાં બે વખત યોગ નિદ્રા પણ કરે છે. પીએમ મોદી રોજ આદુવાળી ચા અને ઉકાળેલા કે શેકેલા નાસ્તો લે છે. રાત્રે વઘારેલી ખીચડી પસંદ કરે છે, જેમાં ચોખા, મગની દાળ, હળદર અને મીઠું હોય છે. તેઓ દરરોજ દહીં ખાય છે.