ધોળકા: સમાન સિવિલ કોડના વિરોધમાં ધોળકા ખાતે મુસ્લિમ વકીલોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું
આજરોજ તા. 04/04/2026, શનિવારે સવારે 11 વાગે ધોળકાના મુસ્લિમ વકીલો ધોળકા મામલતદાર કચેરી પહોંચ્યા હતા.તેમણે તાજેતરમાં ગુજરાત વિધાનસભામાં રજુ કરવામાં આવેલા સમાન સિવિલ કોડ બિલનો વિરોધ કરી એક આવેદનપત્ર ધોળકાના મામલતદારને આપ્યું હતું અને હાથના બાવડા ઉપર કાળી રીબીન લગાવી વિરોધ કર્યો હતો.