ભુજ શહેરની સફાઈ વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવવા પાલિકા દ્વારા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના નવા નિયમો જાહેર કરાયા છે. હવેથી રહેણાક અને બિનરહેણાક એકમોએ કચરાનું ચાર પ્રકારે વર્ગીકરણ કરી અલગ-અલગ ડસ્ટબિનમાં આપવું ફરજિયાત રહેશે. જાહેર સ્થળો, જળાશયો કે ગટરોમાં કચરો ફેંકનાર સામે ગુનો નોંધવા સહિત દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. નિયમોના પાલન માટે પબ્લિક હેલ્થ બાયલૉ અમલમાં મુકાઈ રહ્યો છે.