ગોંડલ: ભોજપરા ગામના પાટિયા પાસેથી ઘરફોડ ચોરીના ગુન્હામાં નાસતો ફરતો એક ઈસમ ઝડપાયો
Gondal, Rajkot | Jan 29, 2024 રાજકોટ રૂરલ LCB બ્રાન્ચના PI વી.વી.ઓડેદરા, PSI એચ.સી.ગોહિલ, ડી.જી.બડવાના માર્ગદર્શન હેઠળ LCBની ટીમ ગોંડલ ડિવિઝન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન હકીકતના આધારે ગોંડલ રાજકોટ નેશનલ હાઇવે પર ભોજપરાના પાટિયા પાસેથી ઘરફોડ ચોરીનો ભાગતો ફરતો આરોપી વિક્રમ ધીરૂ ચારોલીયા ઉ.વ.28 વાળાને ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.