અમદાવાદ શહેર: સ્કૂલ બોર્ડના બજેટની ચર્ચા દરમિયાન ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો તેમજ નેતાઓ આમને-સામને આવી ગયા
સ્કૂલ બોર્ડના બજેટની ચર્ચા દરમિયાન ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો તેમજ નેતાઓ આમને-સામને આવી ગયા હતા. દાણીલીમડા વોર્ડના કોંગ્રેસના કોર્પોરેટર રમીલાબેન પરમારે જાહેરમાં નિવેદન કર્યું હતું કે તમારા શાસનમાં શિક્ષકો દ્વારા બાળકો ઉપર બળાત્કારો થાય છે. શિક્ષકો દ્વારા કરવામાં આવતા બળાત્કારના નિવેદનને લઈને ભાજપના કોર્પોરેટરો ઉગ્ર થઈ ગયા હતા.