ગોંડલ: જામવાડીના ખાડીયા વિસ્તારમાં રહેણાંક મકાન નજીક દિપડાએ બે બકરાનું મારણ કર્યું
Gondal, Rajkot | Feb 4, 2024 જામવાડીના ખાડીયા વિસ્તારમાં દિપડાએ ત્રાટકી ભાવનાબેન મનોજભાઈ રાઠોડના ઘરની બહાર વાડામાં બાંધેલા બે બકરાનું મારણ કર્યું હતું. આ અંગેની જાણ થતા ફોરેસ્ટ વિભાગના અધિકારીઓએ ઘટના સ્થળે દોડી જઈ તપાસ શરૂ કરી છે.