ગોંડલ: ગોંડલ તાલુકાના મોવૈયા ગામ ખાતે સરપંચ કંચનબેન ખુંટે રાજીનામું પરત ખેંચ્યુ
Gondal, Rajkot | Feb 4, 2024 મોવૈયા ગામનાં સરપંચ કંચનબેન રોહિતભાઈ ખુંટ દ્વારા થોડા દિવસ પહેલા અપાયેલું રાજીનામું પરત ખેંચાયું છે.તાલુકા વિકાસ અધિકારી મીલન પટેલ સક્ષમ હાજર થઈ કંચનબેન ખુંટે લેખીત માં જણાવ્યું કે માનશીક ત્રાસ આપી જેલમાં ધકેલી દેવાની ધમકી આપી મારી પાસેથી રાજીનામું લખાવી લઈ મારી જાણ બહાર રજુ કરી દેવાયું છે.જેથી રાજીનામું રદબાતલ ગણાવ્યું છે.આવી રજુઆત બાદ કંચનબેન ખુંટે રાજીનામું પરત ખેંચ્યુ છે