ગોંડલ: ગોંડલના બસ સ્ટેન્ડ ચોકમાં ભરવાડી યુવાનની હત્યા કરનાર આરોપી ઝડપાયો
Gondal, Rajkot | Feb 3, 2024 બસ સ્ટેન્ડના ચોકમાં યુવાનને છરી મારી હત્યા કરાઈ હતી. હત્યા કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી છે. હત્યાનો આરોપી ઘનશ્યામ પરમાર બે વર્ષ અગાઉ ગોંડલ હોમગાર્ડમાં ફરજ બજાવતો હતો અને તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. હત્યાના આરોપી ઘનશ્યામ પરમારને કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા તેને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો.આરોપી ઘનશ્યામ પરમારના ઘર પર હુમલો કરવાના કેસમાં 17 આરોપીઓની શોધખોળ હાલ ચાલી રહી છે