વાપીમાં રચાશે નવો વિશ્વ વિક્રમ: The Elites દ્વારા 30 જાન્યુઆરી 2027ના રોજ 17,000 લોકો મળીને બનાવશે ભારતીય તિરંગો
વાપીના આંગણે ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ ઘટના આકાર લેવા જઈ રહી છે, જેનું આયોજન The Elites દ્વારા કરવામાં આવશે. અગાઉ 6 નવેમ્બર 2024ના રોજ પાકિસ્તાનના લાહોરમાં 10,248 લોકોએ એકસાથે ઊભા રહીને પાકિસ્તાની ધ્વજની આકૃતિ બનાવીને વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો હતો. હવે આ વિશ્વ વિક્રમને તોડીને ભારતનું નામ રોશન કરવા માટે વાપીમાં તૈયારીઓ ચાલી રહી છે.
આગામી 30 જાન્યુઆરી 2027ના રોજ વાપીના મેરિલ ગ્રાઉન્ડ ખાતે 17,000 લોકોના સહયોગથી ભારતના રાષ્ટ્રધ્વજ (તિરંગા)ની વિશાળ આકૃતિ બનાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. દેશભક્તિ, એકતા અને રાષ્ટ્રગૌરવની ભાવનાને ઉજાગર કરતા આ ઐતિહાસિક આયોજનમાં હજારો નાગરિકો એકસાથે જોડાઈને વાપી, ગુજરાત અને સમગ્ર દેશ માટે એક નવો ઇતિહાસ રચવા જઈ રહ્યા છે.
વધુ સમાચારો અને માહિતી માટે @aapnu_vapi સાથે જોડાયેલા રહો!
Vapi, Valsad | Nov 24, 2026