ગાંધીનગર: મહાનગરપાલિકા દ્વારા પ્રથમવાર મહિલા બોક્ષ ક્રિકેટનું સફળ આયોજન, વડોદરા મેયરની ટીમ બની ચેમ્પિયન.
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા મહિલાઓનું રમતગમત ક્ષેત્રે યોગદાન વધે તે હેતુથી પુરુષ ક્રિકેટ ટુર્નામેન્ટની સાથે સાથે પ્રથમવાર મહિલા બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું પણ આયોજન કરવામાં આવ્યું. શહેરના શિવાલય બોક્સ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ આર ટુર્નામેન્ટમાં વડોદરા ની ટીમ ચેમ્પિયન બની. તેમણે ફાઇનલમાં ગાંધીનગરની ટીમ સામે વિજય પ્રાપ્ત કર્યો.