ગાંધીનગર: ગાંધીનગરના ગોલથરા ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સ્વચ્છતા અભિયાનમાં આપ્યું શ્રમદાન
ગાંધીનગરના કલોલ તાલુકાના ગોલથરા ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં સ્વચ્છતા અભિયાન યોજાયું. રાજ્યપાલે શ્રમદાન કરી ગ્રામજનોને સ્વચ્છતા જાળવવા પ્રેરિત કર્યા. કાર્યક્રમમાં ધારાસભ્ય બકાજી ઠાકોર અને મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.