નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના જેસલપોર ગામ ની કલ્પનાબેન વસાવા તેઓ નાદોદ તાલુકા NSUI ની જવાબદારી સાંભળી રહ્યા છે ત્યારે તેઓને ગુજરાત પ્રદેશ NSUI જનરલ સેક્રેટરી તરીકે પસંદગી કરવામાં આવી છે. જેને લઇન નર્મદા જિલ્લા કોગ્રેસ અને NSUI ના કાર્યકર્તાઓમાં ખુશી નો માહોલ જોવા મળી રહ્યો છે. એક આદિવાસી યુવા મહિલા નાનકડા ગામમાંથી નીકળીને હવે પ્રદેશ કક્ષા સુધી નેતૃત્વ આપશે.