PM મોદીએ કેપ્ટન સ્મિત મચ્છરને ગણાવ્યા ‘હીરો’! ગંભીર ઈજા છતાં બચાવ્યા સેંકડો લોકોના જીવ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ Flydubaiના ભારતીય કેપ્ટન સ્મિત મચ્છરની બહાદુરીની પ્રશંસા કરી છે. દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાઇટ FZ1073માં કોકપિટમાં ગંભીર ઘટના સર્જાયા બાદ કેપ્ટન સ્મિત મચ્છરે મુશ્કેલ પરિસ્થિતિમાં મુસાફરોની સુરક્ષા માટે મહત્વની ભૂમિકા ભજવી હતી.
અહેવાલો અનુસાર, ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયા હોવા છતાં તેમણે કોકપિટનો દરવાજો ખોલવામાં સફળતા મેળવી, જેના બાદ ક્રૂ અને મુસાફરો પરિસ્થિતિને નિયંત્રિત કરવામાં સક્ષમ બન્યા. વિમાનને બાદમાં સાઉદી અરેબિયાના તાબુક તરફ ડાયવર્ટ કરવામાં આવ્યું હતું.
PM મોદીએ કેપ્ટન સ્મિત મચ્છરને ‘હીરો’ ગણાવી તેમની હિંમત અને અન્ય લોકોના જીવ બચાવવાના પ્રયાસોની પ્રશંસા કરી છે. ભારતીય દૂતાવાસના જણાવ્યા અનુસાર સ્મિત મચ્છરની તબિયત સ્થિર છે અને તેમની સારવાર ચાલી રહી છે.
#SmitMachchhar #PMModi #Flydubai #IndianPilot #Gujarat PilotHero BreakingNews IndiaNews HotlineNews
smit machchhar pilot, pm modi smit machchhar, na
Udhna, Surat | Oct 1, 2026