ભુજ: ટ્રેન લૂંટનો આરોપી પાસા હેઠળ ઝડપાયો
Bhuj, Kutch | Sep 5, 2026 ટ્રેનમાં મુસાફરો સાથે મિત્રતા કરી ખાણીપીણીની વસ્તુઓમાં કેફી પદાર્થ ભેળવી બેહોશ કરી લૂંટ ચલાવનાર આરોપીને LCB પશ્ચિમ રેલવે અમદાવાદે પાસા હેઠળ ઝડપી લીધો. આરોપી વિરુદ્ધ વિવિધ રાજ્યોમાં આશરે 25 જેટલા લૂંટના ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. આરોપીને પાલારા મધ્યસ્થ જેલ, ભુજ ખાતે મોકલી દેવાયો.