અસારવા: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લાલ દરવાજા વિસ્તારમાંથી દબાણો દૂર કરાયા
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરમાં ટ્રાફિક સમસ્યા નિવારવા અને દબાણમુક્ત માર્ગો જાળવી રાખવાના ભાગરૂપે આક્રમક ઝુંબેશ ચાલુ રાખવામાં આવી છે. જેના ભાગરૂપે આજે મધ્ય ઝોન એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા લાલ દરવાજા જિલ્લા પંચાયત વિસ્તારમાં રોડ-રસ્તા પર ખડકાયેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની વિશેષ કામગીરી હાથ ધરવામાં આવી હતી