ધ્રાંગધ્રા શહેરના ફુલેશ્વર મંદિર નજીક આજે કોંગ્રેસ દ્વારા રસ્તા રોકો આંદોલન યોજવામાં આવ્યું હતું મતદાર યાદીમાંથી ખોટી રીતે નામ કમી કરવામાં આવ્યા હોવાના આક્ષેપો સાથે કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કરી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો આંદોલન દરમિયાન કેટલાક સમય માટે રસ્તા પર વાહન વ્યવહાર અટકી જતાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી મુખ્ય માર્ગ પર વાહનોની લાંબી કતારો લાગી જતાં નાગરિકોને અવરજવર કરવામાં અડચણો પડી હતી