🚜 ખેડૂતોની વ્યથા દર્શાવતો વીડિયો વાયરલ
"સાહેબ, પેશાબ કરવા તો જવા દો..." કહી વિનંતી કરતો ખેડૂતનો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે.
ગુજરાતમાં ખેડૂતોના પ્રશ્નોને લઈને ફરી એકવાર ચર્ચા તેજ બની છે. કચ્છ બાદ હવે સૌરાષ્ટ્ર અને મોરબી વિસ્તારમાં પણ અસંતોષનો માહોલ જોવા મળી રહ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. વાયરલ વીડિયોમાં એક ખેડૂત ભાવુક અવાજમાં વિનંતી કરતો સંભળાય છે, જેને લઈને લોકોમાં રોષ ફેલાયો છે.બીજી તરફ અન્ય એક વીડિયોમાં નાના બાળકને પણ સાથે લઈ જવામાં આવતું હોવાનું જોવા મળતાં અનેક સવાલો ઊભા થયા છે. ખેડૂતો સાથેના વર્તન અને તેમની સમસ્યાઓને લઈને સોશિયલ મીડિયામાં લોકો વિવિધ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
#FarmerProtest #ViralVideo #Gujarat #Farmers #Morbi Saurashtra Kutch BreakingNews ZalawadNiPukar GujaratiNews
Wadhwan, Surendranagar | Jun 7, 2026