સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ ચાલી રહેલી જંગમાં એક મોટી સફળતા મેળવી છે. ગત ડિસેમ્બર મહિનામાં સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી પકડાયેલા 6.18 કરોડના ‘હાઇડ્રો વીડ’ (હાઈબ્રીડ ગાંજા) કેસમાં તપાસનો ધમધમાટ તેજ કરતા પોલીસે આ આખા રેકેટના મુખ્ય સૂત્રધાર અને લોજિસ્ટિક સંભાળતા થાગા ગની ઉર્ફે શાહજહાંને તમિલનાડુના ચેન્નઈ ખાતેથી દબોચી લીધો છે.