અમદાવાદ શહેર પોલીસ ઝોન-6 દ્વારા એકા ક્લબ ખાતે ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું. મણિનગર, ઇસનપુર અને દાણીલીમડા સહિત 5 પોલીસ સ્ટેશનના સહયોગથી યોજાયેલી શિબિરમાં 800 યુનિટના લક્ષ્યાંક સામે 800થી વધુ યુનિટ રક્ત એકત્ર થયું. થેલેસેમિયાગ્રસ્ત બાળકોને નિયમિત રક્ત મળી રહે તે હેતુથી યોજાયેલી શિબિરમાં પોલીસકર્મીઓ, નાગરિકો અને મીડિયાના પ્રતિનિધિઓએ ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું. આ પ્રસંગે અનેક વખત રક્તદાન કરનારા રક્તદાન વીરોનું સન્માન પણ કરવામાં આવ્યું.
@ahmedabadpolice
#AhmedabadPolice #BloodDonationCamp #Zone6Police #ThalassemiaAwareness #BloodDonation #HumDekhengeNews