જેસર: જેસર તાલુકાના 42 જેટલા ગામોની વીજસેવા 18 હેલ્પરના ભરોસે
જેસર તાલુકાના 42 જેટલા ગામોની વીજસેવા 18 હેલ્પરના ભરોસે જેસરને તાલુકાનો દરજ્જો મળ્યાને બે દાયકા વીતી ગયા હોવા છતાં પીજીવીસીએલની કામગીરી આજે પણ વર્ષ 1985માં ઊભા કરાયેલા માળખા પર જ ચાલી રહી હોવાનો આક્ષેપ ઉઠ્યો છે. તાલુકામાં ત્રણ 66 કે.વી. સબસ્ટેશન, 29 ફીડર અને 42 ગામોના વીજ પુરવઠાની જવાબદારી માત્ર એક PGVCL કચેરી, 18 હેલ્પર અને એક જ સરકારી વાહન પર નિર્ભર હોવાથી ગ્રાહકોને સમયસર સેવા આપવામાં મુશ્કેલીઓ સર્જાઈ રહી છે.