પાટણ વેરાવળ: શ્રાવણના અંતિમ દિવસે સોમનાથ મહાદેવ મંદિરે ભક્તોનું ઘોડાપુર
શ્રાવણ મહિનાના અંતિમ દિવસે અને અમાસના પવિત્ર અવસરે સોમનાથ મહાદેવ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી. વહેલી સવારની આરતીમાં શિવભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી અને હર હર મહાદેવના નાદ સાથે શ્રાવણ મહિનાની સમાપ્તિ થઈ.