ગારિયાધાર: ગારીયાધાર–ફીફાદ રોડ પર પાણી જ પાણી, ગોમતી નદીમાં પાણીની જોરદાર આવક
ગારીયાધાર–ફીફાદ રોડ પર પાણી જ પાણી, ગોમતી નદીમાં પાણીની જોરદાર આવક ગારીયાધાર તાલુકામાં સતત વરસી રહેલા ભારે વરસાદના પગલે ગારીયાધાર–ફીફાદ રોડ પર પાણી ફરી વળતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે ગોમતી નદીમાં પાણીની જોરદાર આવક નોંધાઈ છે, જેના કારણે નદી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે. રસ્તા પર પાણી ભરાઈ જતાં વાહનો ધીમી ગતિએ પસાર થઈ રહ્યા છે, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે.