ભુજ: ભુજમાં ડીઝલ ટાંકી ફાટતાં યુવકનું મોત
Bhuj, Kutch | Sep 13, 2026 ભુજના સીતારા ચોક વિસ્તારમાં રહેતા 17 વર્ષીય તૌફિક ઈબ્રાહિમ પટેલ ટ્રક નં. GJ-12-AZ-0186ની ડીઝલ ટાંકી ખાલી કરાવ્યા બાદ વેલ્ડિંગ કરી રહ્યો હતો. દરમિયાન અચાનક ડીઝલ ટાંકી ફાટતાં તૌફિક ગંભીર રીતે દાઝી ગયો હતો. તેને સારવાર માટે જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. આ અંગે બી-ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.