દાહોદ કલેકટર કચેરી, સભાખંડ ખાતે કલેકટરશ્રી સુરભિ ગૌતમના અધ્યક્ષ સ્થાને જિલ્લા જળ અને સ્વચ્છ ભારત મિશન કાર્યક્રમ હેઠળ લોક ભાગીદારી આધારિત યોજના અમલમાં છે. જેમાં પાણી પુરવઠા યોજનઓ અને સ્વચ્છ ભારત મિશન યોજનાની કામગીરી અંગેની સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. આ બેઠક અન્વયે નિવાસી અધિક કલેકટર સહિત સંબંધિત અમલીકરણ સૌ અધિકારી-કર્મચારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ બેઠક દરમ્યાન યુનિટ મેનેજરશ્રી દ્વારા પ્રેશન્ટેશન થકી જલ જીવન મિશન યોજના હેઠળ થયેલ કામગીરી, ગ્રામ્ય પાણી પુરવઠા યોજનાઓની હાલની સ્થિતિ, ઓપરેટરની જરૂરિયાત, જર્જરિત ટાંકીઓની સ્થિતિ રજૂ કરવા સાથે જલ સેવા આંકલન અંગે ચર્ચા કરવામાં આવી હતી.
એ સાથે સ્વચ્છ ભારત મિશન યોજનાની કામગીરી અંગેની જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સ્વચ્છ ભારત મિશન હેઠળ સીટીઝન એપ્લિકેશન મારફતે મળેલ વ્યક્તિગત શૌચાલય માટેની અરજીઓની આંકડાકીય વિગતો રજૂ કરવામાં આવી હતી. ચાલુ વર્ષ દરમ્યાન મંજુર થયેલ કામો તેમજ ખ�
Dohad, Dahod | Jul 7, 2026