દાહોદ જિલ્લાના ધાનપુરના કંજેટા ખાતે આમ આદમી પાર્ટીની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ
ધાનપુર તાલુકાના કંજેટા ગામે આમ આદમી પાર્ટીની 134 દેવગઢ બારિયા વિધાનસભા વિસ્તારના હોદ્દેદારો અને કાર્યકરોની મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
બેઠકમાં દિલ્હીના પૂર્વ ધારાસભ્ય દિનેશ મોહનિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમના માર્ગદર્શન હેઠળ વર્ષ 2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને સંગઠનને વધુ મજબૂત બનાવવા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
બેઠક દરમિયાન બૂથ સ્તરે સંગઠનના વિસ્તરણ, નવા કાર્યકરોને જવાબદારીઓ સોંપવા, ગામે-ગામે જનસંપર્ક અભિયાનને વધુ સક્રિય બનાવવા તેમજ આગામી ચૂંટણી માટેની વ્યૂહરચના અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
દિનેશ મોહનિયાએ કાર્યકરોને સંબોધતા જણાવ્યું હતું કે પાર્ટીની નીતિઓ અને જનહિતના મુદ્દાઓને દરેક ગામ સુધી પહોંચાડવા માટે સક્રિય રીતે કાર્ય કરવું જરૂરી છે. તેમણે કાર્યકરોને વધુમાં વધુ લોકો સાથે જોડાઈ
Dohad, Dahod | Jul 13, 2026