વલસાડના અબ્રામાની રેની સોલંકીએ રાજ્ય કક્ષાની ટેકવોન્ડો ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો: સમગ્ર પંથકનું ગૌરવ વધાર્યું
અમદાવાદના નરોડા સ્થિત મહર્ષિ સાંદિપની સ્કૂલ ખાતે આયોજિત 'ગુજરાત સ્ટેટ ટેકવોન્ડો ચેમ્પિયનશિપ-2026' માં વલસાડના અબ્રામાની દીકરી રેની જિતેન્દ્ર સોલંકીએ સુવર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. સમગ્ર રાજ્યમાંથી આવેલા ઉત્કૃષ્ટ ખેલાડીઓ વચ્ચે યોજાયેલી આ સ્પર્ધામાં રેનીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું.
અબ્રામા સ્થિત મણીબાગ-3 સોસાયટીમાં રહેતી રેની સોલંકીએ ઓપન અંડર-14 કેટેગરીમાં પ્રથમ ક્રમાંક મેળવીને ગોલ્ડ મેડલ પોતાને નામ કર્યો છે. રમતગમત ક્ષેત્રે મેળવેલી આ ઝળહળતી સિદ્ધિ બદલ પરિવારજનો, સમાજના અગ્રણીઓ અને સ્નેહીજનો દ્વારા રેનીને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા તેમજ ભવિષ્યમાં પણ તે ઉત્તરોત્તર પ્રગતિ કરી રાષ્ટ્રીય સ્તરે નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.
વધુ સમાચારો અને માહિતી માટે @aapnu_vapi સાથે જોડાયેલા રહો!
Vapi, Valsad | Oct 9, 2026