વાપીમાં અધૂરા ઓવરબ્રિજ મુદ્દે કોંગ્રેસનો વિરોધ 🚧
વાપી શહેરના મોટા ઘરનાળા પાસે બની રહેલા રેલવે ઓવરબ્રિજના કામમાં થઈ રહેલા વિલંબને લઈને વાપી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. શહેર કોંગ્રેસ પ્રમુખ મહેશભાઈ સેવંતીલાલના નેતૃત્વમાં બેનર લગાવી સરકાર અને તંત્ર સામે આક્ષેપો કરવામાં આવ્યા.
કોંગ્રેસે જણાવ્યું કે મહાનગરપાલિકા ચૂંટણી દરમિયાન બ્રિજનું કામ નિશ્ચિત સમયમર્યાદામાં પૂર્ણ કરવાના વચનો આપવામાં આવ્યા હતા, પરંતુ હજુ સુધી કામ પૂર્ણ ન થતાં સ્થાનિક લોકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.
📍 કોંગ્રેસે સરકારને વહેલી તકે ઓવરબ્રિજનું કામ પૂર્ણ કરવા માંગ કરી છે.
#Vapi #VapiNews #Congress #MaheshbhaiSevantilal #OverBridge RailwayBridge VapiCity GujaratNews ViralVapi PublicIssue CongressProtest VapiUpdates
Vapi, Valsad | Jun 2, 2026