કાલોલ: સુરેલી ગામે શાકભાજી આપવાની ના પાડતા યુવક પર લાકડાના ડંડા વડે જીવલેણ હુમલો, વેજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ
સુરેલી ગામના ચોરાડુંગળી રોડ પર રહેતા હંસાબેન અજીતસિંહ સોલંકીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ગત તારીખ ૨૫ જૂન ૨૦૨૬ના રોજ તેમનો દિયર રતનસિંહ કિરણસિંહ સોલંકી ખેતરના રીંગણ અને ભીંડા થેલીમાં ભરીને ગામમાં છૂટક વેચવા નીકળ્યો હતો. સાંજના આશરે પાંચેક વાગ્યે જ્યારે તે શાકભાજી વેચીને ઘરે પરત ફરી રહ્યો હતો, ત્યારે ગામના જ મોટા ફળિયામાં રહેતા ફતેસિંહ શનાભાઈ સોલંકીએ તેને રોક્યો હતો અને શાકભાજીની માંગણી કરી હતી. રતનસિંહે "મારી પાસે શાકભાજી નથી" તેમ કહેતા જ